ભરૂચ જિલ્લામાં આઠમના તહેવારને લઈ શ્રાવણિયા જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર રહેશે. ખાસ કરીને ખેતરો, ઝાડી-ઝાંખરા અને અવાવરું સ્થળોએ જુગાર રમવા માટે ટોળે વળતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.જુગારિયાઓ પોલીસની નજરથી બચવા માટે ભલે ખેતર કે ઝાડી-ઝાંખરાનો સહારો લે, પરંતુ હવે આવા સ્થળો પણ પોલીસની નજરથી બચી શકશે નહીં.ભરૂચ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સંવેદનશીલ અને શંકાસ્પદ સ્થળોનું મોનીટરીંગ કરવામાં આવશે. ડ્રોન મારફતે ઉપરથી નજર રાખી જુગાર રમતા ટોળાંની ઓળખ કરવામાં આવશે અને માહિતી મળતા જ પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આઠમના તહેવાર દરમિયાન જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ભરૂચ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસની ડ્રોન નજરને કારણે જુગારિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
