એટીએમ તોડી ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ,
એટીએમમાં કેટલી કેસ લોર્ડ કરવામાં આવી હતી અને હાલ કેટલી છે તેની ચકાસણી બેંકના અધિકારીઓએ હાથધરી.
બનાવ સંદર્ભે દહેજ પોલીસ સીસીટીવી ના ફૂટેજ મેળવી આગળની તપાસ હાથધરી
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ દહેજના એક કોમ્પ્લેક્સના બેંકના એટીએમને પણ નિશાન બનાવી તસ્કરી કરી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ પંથકના એક કોમ્પ્લેક્ષમાં કેનેરા બેન્ક નું એટીએમ આવેલ છે જે એટીએમને વહેલી સવારે કેટલા તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ATM ને તોડી તેમાંથી રૂપિયા કાઢી રહ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજનો કબજો મેળવી સીસીટીવી કેમેરામાં તસ્કરી કરતા અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.