ભરૂચ : નગરપાલિકામાં વ્યવસાય વેરામાં ગત વર્ષ કરતા ૧૦ લાખનો થયો વધારો

New Update
ભરૂચ : નગરપાલિકામાં વ્યવસાય વેરામાં ગત વર્ષ કરતા ૧૦ લાખનો થયો વધારો

ભરૂચ નગરપાલિકા દ્વારા વસુલાતા વ્યવસાય વેરામાં ગત વર્ષની સરખામણીમાં રૂપિયા ૧૦ લાખનો વેરો વધુ વસુલાયો હોવાનું પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું.

ભરૂચા નગરપાલિકા દ્વારા જે વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવે છે.તે ગત વર્ષની વસુલાતની સરખામણીમાં આ વર્ષે વધવા પામી છે.જેમાં કુલ રૂપિયા ૫૨ લાખનો વેરો વસુલાતા રૂપિયા ૧૦ લાખનો વધારો જોવા મળ્યો છે.

પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યાનુસાર આ સમગ્ર વેરા દ્વારા થયેલી આવક શહેરના વિકાસના કામોમાં જ વાપરવામાં આવશે.માટે નાગરીકોને સમયસર અને પ્રામાણિક પણે વ્યવસાય વેરો ભરી દેવાની અપીલ પણ તેમણે કરી હતી.

Latest Stories