ભરૂચ-નર્મદા જીલ્લામાં ચૂંટણી માટે 242 બસની માંગણી કરતુ ચુંટણી પંચ

New Update
ભરૂચ-નર્મદા જીલ્લામાં ચૂંટણી માટે 242 બસની માંગણી કરતુ ચુંટણી પંચ

ભરૂચ અને નર્મદા જીલ્લા ચુંટણી પંચ દ્વારા ભરૂચ એસટી ડિવીઝન પાસે 242 બસ માટેની માંગ સાથેની પ્રપોઝલ મોકલવામાં આવી છે, મતદાન બુથ સુધીચુંટણીમાં ફરજ બજાવતા કર્મચારી ની વ્યવસ્થાનાં ભાગ રૂપે અત્યારથી જ તંત્રએ કામગીરી આરંભી દીધી છે.

ભરૂચ-નર્મદા જીલ્લામાં તારીખ 9મી ડિસેમ્બરનાં રોજ યોજનાર વિધાનસભા ચુંટણી પ્રક્રીયા દરમિયાના મતદાન બુથ સુધી કર્મચારી અને પોલીસ સ્ટાફ તથાચુંટણીની કામગીરી માટે જનાર કર્મચારી ને માટે 242 બસની જરૂરિયાત ઉભી થઇ છે. જેને લઇ જીલ્લા ચૂંટણી પંચ દ્વારા એક પ્રપોઝલ બનાવી ભરૂચએસટી ડિવીઝનને મોકલવામાં આવી છે.

ભરૂચ એસટી ડિવીઝન જિલ્લા માટે 157 બસ માટે તેમજ નર્મદા જિલ્લાની 85 બસ મળી કુલ 242 બસ માટે પ્રપોઝલને એસટી નિગમની વડી કચેરી ખાતેમોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories