ભરૂચ ના વાગરા અને પાલેજ ખાતે મહિલા સુરક્ષા દિન ની ઉજવણી કરાઈ

New Update
ભરૂચ ના વાગરા અને પાલેજ ખાતે મહિલા સુરક્ષા દિન ની ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લા ના વાગરા અને પાલેજ ખાતે મહિલા સુરક્ષા દિન નિમિતે મહિલાઓ ને સ્વ રક્ષણ અંગે ની તાલીમ આપવામાં આવી હતી.

15

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તારીખ 1 ઓગષ્ટ ના રોજ પાલેજ પોલીસ મથક ખાતે મહિલા સશકતિકરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં અાવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત હાઇસ્કૂલના છાત્રોની રેલીનું પણ અાયોજન કરાયું હતું.પાલેજ પોલીસ મથકમાં મહિલાઓ તેમજ હાઇસ્કૂલના છાત્રોને પાોલીસ દ્વારા શસ્ત્રોનું નિદર્શન કરાવવામાં અાવ્યું હતું તેમજ કાયદાઓ વિશે માહિતી અાપવામાં અાવી હતી.મહિલાઓને 181 અભયમ વિશે પણ માહિતી અાપવામાં અાવી હતી.સમગ્ર કાર્યક્રમ પાલેજ પોલીસ મથકના પો.સ.ઇ. એમ.જી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને તેમાં પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પણ જોડાયો હતો.

13

જયારે વાગરા પોલીસ પો.સ.ઇ ના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા દિન ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વાગરા પોલીસ મથકે હથિયારો નું પ્રદર્શન અને નિદર્શન કરવા માં આવ્યુ હતુ. મહિલાઓ અને એસપીસી ના કેડેટ્સ ને સ્વ રક્ષણ માટે ખાસ બોક્સિંગ અને કરાટે સ્ટેટ ચેમ્પિયન ઇમરાનભાઈ ભટ્ટી એ તાલીમ આપી સૌ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.મહિલાઓ ને કનડતા પ્રાણ પ્રશ્નો નુ સમાધાન કઈ રીતે કરી શકાય તેમજ મહિલાઓ ને લગતા કાયદા ની વિસ્તાર થી સમજ આપી હતી.

12

Latest Stories