/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-7.jpg)
લાંબા સમય બાદ મેઘરાજાએ ભરૂચ સહિત જિલાના વિવિધ ગામોમાં પધરામણી કરવાની શરૂઆત કરતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં ખુશીનોમાહોલ જોવા મળી રહ્યો છે.તો કોલેજ કરતા નવયુવાનોમાં કાંઇ અનેરો ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. દરેક પોતાના મોબાઇલમાં ઘેરાયેલા વાદળ સહિત મંદ-મંદ વરસતા પહેલા વરસાદની સાથે સેલ્ફી તેમજ ચાની ચુસ્કી મારતા જોવા મળ્યા હતા.
અસહ્ય ગરમી બાદ વરસાદે પણ હાથતાળી આપતા ધરતીપુત્રોના માથે સંકટના વાદળો ઘેરાયા હતા અને મેહુલીયો પોતાનું હેત વરસાવી ધરતીને તૃપ્તકરે એવી સૌ કોઇ પ્રાર્થના કરી રહ્યા હતા. કુદરતે જાણે કે લોકોની વિનંતી સાંભળી લીધી હોય એમ આજે સવારથી મેઘરાજાની અમી કૃપા ધરતી પર ધીમે ધીમે વરસી રહી છે.
જાણે કેઆકાશમાંથી કાચુ સોનું વરસી રહ્યું હોય એમ વરસાદ વરસી રહ્યો છે. ધરતીપુત્રો પણ ખેતીના કામમાં જોતરાઇ ગયા છે. વાવણીલાયક વરસાદનાકારણે નગરના બજારોમાં પણ લોકોની સારી ચહલપહલ જોવા મળી રહી છે.
ગ્રામિણ વિસ્તારોમાંથી ખેડૂતો પાલેજમાં આવેલી ખાતરની દુકાનો પર ખાતરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. હાલ તો બફારા માંથી આંશિક રાહત મળતા શહેરીજનિમાં પણ ખુશી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ પવિત્ર રમજાન માસમાં રોજા રાખી ખુદાની બંદગીમાં વ્યસ્ત મુસ્લીમ સમાજને પણ રાહત અનુભવતા ખુશ નજરે પડી રહ્યા છે. વરસેલા ધીમા વાવણી લાયક વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી જવાપામી છે.