ભરૂચ પાલિકા વિસ્તારમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

New Update
ભરૂચ પાલિકા વિસ્તારમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજથી ભરૂચ પાલિકા વિસ્તારમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને ભરૂચ નગરપાલિકા તથા જી.પી.સી.બી ભરૂચ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપની-દહેજ પણ સહભાગી બન્યા હતા. બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર જિલ્લા કક્ષાની પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ જનજાગૃતિ અર્થે નીકળેલ રેલીની શરૂઆત જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી સિપ્રા અગ્રેના હસ્તે કરવામાં આવી હતી. જેમાં નગર પાલિકાના પ્રમુખ આર.વી.પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની અને નગરપાલિકાના સભ્યોએ પણ દીપ પ્રાગટય સમયે હાજરી આપી હતી.

આ રેલી ભરૂચના સી.એમ.પાર્ટી પ્લોટથી નીકળીને સિવિલ હોસ્પિટલ થઈને પંડિત ઓમકારનાથ હોલ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકા ના સભ્યો-કર્મચારીઓ,એન.જી.ઓ અને મોટી સાંખ્યમાં બાળકો અને યુવાનોઓએ હાજર રહી સફાઈ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Latest Stories