/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-511.jpg)
ભરૂચમાં ભારે વરસાદને પગલે લીંકરોડ પર આવેલ સોસાયટી વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોએ જાગરણ કરવી પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થીત થઈ હતી.
તંત્રની નિષ્કાળજીના પગલે પેહલા જ ભારે વરસાદને કારણે ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશો પોતાના ઘરમાં વરસાદના પાણી ન ભરાઈ જાય તેને કારણે જાગરણ કરવું પડે તેવી પરિસ્થિતિ ભરૂચના લિંકરોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવાને કારણે વરસાદના પાણી ચારોતરફ ભરાયા હતા.
ગત મોડી રાત થી શરૂ થયેલ વરસાદને કારણે મોટા તો મોટા પણ નાનાઓની ઉંઘ પણ હરામ કરી દિધી હતી. વરસાદ ક્યારે રોકાશે અને ઘરના આંગણે થી પાણી ક્યારે ઓસરસે તેની રાહ જોઈ ને નાના બાળકોએ પણ ઘરના ઓટલાઓ પર બેસી ભૂખ લાગતા વેફર તેમજ વરસાદની સાથે હળવા નાસ્તાની મઝા પણ માણી હતી.
ભરૂચના સોસાયટી વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા લોકોએ ઘર પાસે પાર્ક કરેલ વાહનો તણાઈ ન જાય અને તેમાં પાણી ન ભરાઈ જાય તે માટે પોતાના વાહનો તેમજ ઘર વખરી નો સામાન, ઇલેક્ટ્રોનિક સામાન પણ ઉંચે ચઢાવવાનો વારો આવ્યો હતો.