New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/a7bd4470-40b9-4091-a74c-c29c6703dde3.jpg)
ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ ટામેટાના વધેલા ભાવનો વિરોધ અનોખી રીતે કર્યો હતો, અને ટામેટાની રાખડી બનાવીને કોંગ્રેસના ભાઈઓને બાંધી હતી.
હાલમાં ચટપટા ટામેટાના ભાવે સ્વાદના શોખીનોની મજા બગાડી છે, અને ટામેટાને લઈને વિરોધ સહિત રમુજી ટુચકાઓ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, ત્યારે ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ પણ ટામેટાની રાખડી બનાવીને ભાઈઓને રક્ષા બાંધી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના કાર્યકર્તાઓને મહિલા કોંગ્રેસની બહેનોએ ટામેટાની બનાવેલી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે ટામેટાના વધેલા ભાવનો વિરોધ નોંધાવ્યો હતો.
Latest Stories