/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/cvbv.jpg)
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ આરોગ્યશાખા જિલ્લા પંચાયત - ભરૂચ દ્વારા આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ રેલ્વે સ્ટેશન થી જિલ્લા પંચાયત-ભરૂચ સુધી બેટી બચાવો-બેટી પઢાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેશવકુમારની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ભરૂચ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન થયેલી આ રેલીમાં બેટી બચાવો - બેટી પઢાવો અને એક બાળકનું ધ્યેય મહાન, દિકરો દિકરી એક સમાન જેવા મહિલા સશક્તિકરણના સુત્રો પોકારતાં પ્રચાર-પ્રસાર અને જનજાગૃત્તિ કરવામાં આવેલ. રેલી જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં પૂર્ણ થયા બાદ યોજાયેલી જાહેરસભામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની માહિતી આપવામાં આવેલ હતી. આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આશાવર્કરો જોડાયેલ હતા.