ભરૂચ માંથી સગીર યુવતીને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપી ઝડપાયો

New Update
ભરૂચ માંથી સગીર યુવતીને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપી ઝડપાયો

ભરૂચ માંથી સગીર યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી જઈને દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ભરૂચ શહેર માંથી તારીખ 17મી માર્ચના રોજ લક્ષ્મણ ઉર્ફે કનુ લઘુ વસાવા રહેવાશી ગામડિયા વાડના ઓ એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.

જે અંગેની ફરિયાદ યુવતીની માતાએ B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન લક્ષ્મણ વસાવાને સુરત માંથી ઝડપી પાડીને તેની ચુંગાલ માંથી યુવતીને મુક્ત કરાવી હતી.

પોલીસે ઘટના અંગે આરોપી યુવક વિરુદ્ધ બળાત્કાર, પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Latest Stories