/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/19184446/maxresdefault-233.jpg)
ભરૂચ
જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં ધસી આવતાં દીપડાઓની સંખ્યા અને ગતિવિધિ પર નજર રાખવા
માટે પ્રથમ વખત દીપડાઓ પર માઇક્રોચીપ લગાડવામાં આવશે.
ભરૂચ
જિલ્લાના ઝઘડીયા, ભરૂચ, વાલીયા અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં
શેરડીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે. શેરડીના ખેતરોમાં સરળતાથી ખોરાક મળી રહેતો
હોવાથી દીપડાઓ માટે સલામત આશ્રય સ્થાન બન્યાં છે. બીજી તરફ નર્મદા નદીમાં પાણી ઓછા
થતાં ઝઘડીયા તાલુકામાંથી નદી પાર કરી દીપડાઓ ભરૂચના શુકલતીર્થ, અંગારેશ્વર સહિતના ગામો સુધી પહોંચી ગયાં
છે. માનવ વસાહતોમાં દીપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયો છે. ખેતરોમાં ખેતી કરવા
જતાં ખેડૂતો અને શ્રમજીવીઓ પણ દીપડા ભયથી થરથર કાંપી રહયાં છે. જિલ્લામાં દીપડાઓના
માનવીઓ પરના હુમલાના બનાવો પણ નોંધાઇ ચુકયાં છે. રહેણાંક વિસ્તારોમાં ધસી આવતાં
દીપડાઓ પર નજર રાખવા માટે વન વિભાગ નવતર પ્રયોગ કરવા જઇ રહયું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે 2 દીપડાઓના શરીરમાં માઇક્રોચીપ લગાડવામાં
આવી છે. આ ચીપની મદદથી દીપડાઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય
છે કે, જિલ્લામાં
હાલ 35થી વધારે
દીપડાઓ હોવાનું અનુમાન છે. છેલ્લા છ વર્ષમાં તેમની વસ્તીમાં 9 ગણો વધારો થયો છે. જંગલની સરખામણીએ
ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો સંઘર્ષ હોવાથી તેમની વસતી વધી રહી હોવાનું વન વિભાગના
અધિકારીઓ જણાવી રહયાં છે.