ભરૂચ રથયાત્રા દરમિયાન થયો કાંકરી ચાળો, ૧નું ફૂટ્યું માથું

New Update
ભરૂચ રથયાત્રા દરમિયાન થયો કાંકરી ચાળો, ૧નું ફૂટ્યું માથું

જય જગન્નાથના જયઘોષ સાથે નીકલેલ રથયાત્રામાં કોઇક ટીખળખોરો દ્વારા કાંકરી ચાળો કરાતા વાતાવરણ ડહોળાયું હતું. આમાથા કુટમાં એક ઇસમનું માથું પણ ફૂટ્યાના એહવાલ મળી રહ્યા છે.

publive-image

ઘનાની મળતી પ્રાથમિક માહિતિ અનુસાર ભરૂચ ફૂરજાથી જય જગન્નાથના જયઘોષ સાથે નીકળેલ રથયાત્રામાં કાંકરી ચાળો થતા એક સમયે યાત્રા થોભાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં ફૂરજાથી નીકળેલ રથયાત્રા કતોપોર ઢાળ પર પહોંચતા જ રથ ખેંચતા ખલાસીઓ અને અન્ય ભકતો વચ્ચે ચકમક ઝરી હતી.

publive-image

જે મુદ્દે ઉગ્રતા આવતા થયેલ વિવાદમાં એક વ્યક્તીનું માથું પણ ફૂટી જતા તેને તતકાલ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. જોકે રથાયાત્રામાં પોલીસ બંદોબસ્ત હોય પોલીસે વચ્ચે મધસ્થી બની મામલો થાળે પાડતા રથયાત્રા પુન: આગળ ધપાવાઇ હતી.