ભરૂચ રોટરી ક્લબ દ્વારા મલ્ટી વેલ્યુ કવીઝ સ્પર્ધા યોજાઈ

New Update
ભરૂચ રોટરી ક્લબ દ્વારા મલ્ટી વેલ્યુ કવીઝ સ્પર્ધા યોજાઈ

ભરૂચ રોટરી ક્લબ દ્વારા મલ્ટી વેલ્યુ કવીઝ ગુજરાત અને મહારાષ્ટ્રનાં જુદાજુદા સ્થળે એકજ સમયે યોજવામાં આવી હતી, આ કાર્યક્રમને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે.

publive-image

રોટરી ડીસ્ટ્રીકટ 3060 દ્વારા મલ્ટી વેલ્યુ કવીઝ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેનાં પ્રયત્ન માટે કવીઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચનાં એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયેલ આ મલ્ટી વેલ્યુ કવીઝ રોટરી ડીસ્ટ્રીકટ 3060નાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજયનાં જુદાજુદા સ્થળે એકજ સમયે યોજવામાં આવી હતી.

publive-image

કવીઝ સ્પર્ધામાં કુલ 12000 થી વધુ વિદ્યાર્થીઓ એ જુદાજુદા સ્થળે ભાગ લીધો હતો.આ ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વરની 8 જેટલી શાળાનાં 660 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Latest Stories