ભરૂચ લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે યોજાયું વ્યાખ્યાન

New Update
ભરૂચ લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે યોજાયું વ્યાખ્યાન

ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ગુડ લેબોરેટરી પ્રેકટીસ અને ગુડ ક્લીનીકલ પ્રેકટીસ વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનના મુખ્ય વકતા તરીકે અમદાવાદના Clintha Researchમાં ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ખાતામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલે સેવા આપી ફાર્મસી કોલેજના વિદ્યાર્થિ-વિદ્યાર્થીનીઓને આ અંગે વિસતૃત જાણકારી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રાધ્યાપક ડૉ.કિશોર ઢોલવાણીના માર્ગદર્શન હેઠળ વિજય ઓઝા અને એઝાઝ દાદુભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest Stories