ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટેન્ટ અર્પણ કરાયા

New Update
ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટેન્ટ અર્પણ કરાયા

સર્વ શિક્ષા અભિયાન ભરૂચનાં અંતર્ગત ટેન્ટ એસ.ટી.પી વર્ગોનો લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ટેન્ટ અર્પણ કરાયા હતા. શેરડી કાપવા આવતા મજૂરોનાં બાળકો, ઈંટો ભઠ્ઠા પર કામ કરતા મજૂરો બાળકો માટે જિલ્લા સર્વ શિક્ષા અભિયાન વર્ગ દ્વારા તાજેતરમાં સર્વે કર્યો હતો. જિલ્લા 1533 જેટલા બાળકો શોધ કરી તેમના માટે ટેન્ટ એસ.ટી.પી વર્ગો શરૂ કરાયા હતા.

ભરૂચ જિલ્લાનાં વિવિધ તાલુકામાં શેરડી કાપવા તેમજ ખેતીના અન્ય કામો માટે આવતા મજુર વર્ગ જેમની સાથે તેમના બાળકો પણ આવતા હોય છે. તેમજ ઈંટોના ભઠ્ઠા પર આવતા મજુર પરિવારનાં બાળકો પણ શિક્ષણ થી વંચિત ના રહે તે માટે તેમના માટે વર્ક સ્થળ પર કે તેમના પડાવ પરજ ટેન્ટ એસ.ટી.પી વર્ગો શરૂ કરવા માટે ચાલુ વર્ષે સર્વે કરવામાં આવ્યો હતો.

જેમાં 1533 જેટલા બાળકો મળી આવ્યા હતા. તેમના માટે અભ્યાસ કરી શકે તે માટે તેમના કામના સ્થળે ટેન્ટ એસ.ટી.પી વર્ગો ઉભા કરવાની તજવીજ ધરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે પ્રથમ શરૂઆત રૂપે વાલિયાના વટારીયા ખાતે વટારીયા સુગર ફેક્ટરી પાસે આવેલ પડાવ સ્થળે હાલ વર્ગો શરૂ કરાયા છે.

જેમાં વટારીયા સુગર દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા ટેન્ટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ભરૂચના પ્રમુખ તેમજ સભ્યો, વટારીયા સુગર પ્રતિનિધિ મંડળ, તેમજ ડીપીઓ એસ.એલ.ડોડીયા, એસ.પી.ઓ ગાંધીનગર ભરૂચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેન્ટ સંચાલિત વર્ગો કાર્યરત કરવા માટે સર્વ શિક્ષા અભિયાનનાં સ્ટેટ પ્રોજેટક ડાયરેક્ટર અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ એસ.ટી.પી યુનિટ ટીમ દ્વારા ટેન્ટ એસ.ટી.પી વર્ગોનું સુચારુ આયોજન કરવા માટે જહેમત ઉઠાવામાં આવી હતી.

Latest Stories