ભરૂચ શુક્લતીર્થ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતાં ડ્રાઇવરનું મોત

ભરૂચ શુક્લતીર્થ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતાં ડ્રાઇવરનું મોત
New Update

ટ્રેકટર ચાલુ રાખી પાણી પીવા જવું પડ્યું ભારે

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઈટોના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ચાલુ રાખી પાણી પીવા ગયો હતો. તે દરમિયાન ટ્રેકટર પાછળ રિવર્સ આવતા તેને રોકવા જતાં કામદાર ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઇ જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જેના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે BBC ઈટોના ભઠ્ઠા ઉપર ડ્રાઇવર તરીકે અનિલભાઈ ઈશ્વરભાઈ વસાવા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બપોરના સમયે પોતાનું ટ્રેક્ટર ચાલુ રહેવા દઈ પાણી પીવા નીચે ઉતાર્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર અચાનક પાછળ રિવર્સ આવતા તેને રોકવા અનિલભાઈ વસાવાએ પ્રયાસો કર્યા હતા. પરંતુ ટ્રેક્ટર રોકાયું ન હતું અને અનીલ વસાવા ઉપર ટ્રેક્ટર ચઢી જતા તેનું કચડાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જોકે ટ્રેક્ટરે અન્ય વાહનોને પણ અડફેટે લેતા વાહનોને પણ નુકસાન થયું હતું પરંતુ ટ્રક ડ્રાઈવરનું મોત નિપજતા અન્ય કામદારોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ  પોલીસે થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

#Connect Gujarat #Bharuch Collector
Here are a few more articles:
Read the Next Article