ભરૂચ શ્રવણ વિદ્યાધામમાં ગૌરીવ્રત નિમિત્તે યોજાઇ મહેંદી સ્પર્ધા

New Update
ભરૂચ શ્રવણ વિદ્યાધામમાં ગૌરીવ્રત નિમિત્તે યોજાઇ મહેંદી સ્પર્ધા

ભરૂચ લીંક રોડ સ્થીત શ્રવણવિદ્યાધામ ખાતે ગૌરીવ્રત નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે એક મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.

ભરૂચ ખાતેની શ્રવણ વિદ્યાધામમાં વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષૃપ્ત શકિતઓ ખીલવવાના હેતુસર શ્રવણ વિદ્યાધામ અને અર્પણ ફાઉંન્ડેશનના સંયુકત ઉપક્રમે શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાની ૬૨ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીનીઓને અર્પણ ફાઉન્ડેશન દ્વારા ૬ જેટલા ઇનામો પણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જેમાં ત્રણ ઇનામો ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા ત્રણ ઇનામો માધમિક વિભાગના વિજેતાઓને અપાયા હતા. સ્પર્ધામાં બે નિર્ણાયકઓ દ્વારા પ્રથમક્રમે યોગી મનીશા નાથુભાઇ (૧૧ કોમર્સ),દ્વિતિય ક્રમે રાજ માનસી કિરણસિંહ(૧૨ સાયન્સ),તૃતીયક્ર્મે વસાવા ખુશી શૈલેષભાઇ (૧૧ કોમર્સ) તથા માધમિક વિભાગ માંથી પ્રથમ ક્રમે મહેતા આસ્થા મહેશકુમાર(૧૦-એ),દ્વિતિય ક્રમે પટેલ ક્રિષ્ણા પરિમલભાઇ(૮-બી),તૃતીય ક્રમે ચુડાસમા ક્રિષ્ણા નરેશભાઇ (૯-બી)ને અપાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન નેહાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શકિત ખીલી શકે તેવા વિવિધ કાર્યકેમઓ થકી શાળા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.

Latest Stories