ભરૂચ : સઇદ ભુરા પર ફાયરીંગ કરી ભાગતા મુખ્ય સુત્રધાર સહિત બે ઝડપાયાં

ભરૂચ : સઇદ ભુરા પર ફાયરીંગ કરી ભાગતા મુખ્ય સુત્રધાર સહિત બે ઝડપાયાં
New Update

ભરૂચની જંબુસર ચોકડી વિસ્તારમાં સઇદ ભુરા ઉપર ફાયરીંગ કરી ભાગી રહેલાં મુખ્ય સુત્રધાર ઇદ્રિશ ઉર્ફે બંબૈયા અને તેના સાગરિતને એસઓજીની ટીમે ગણતરીના કલાકમાં ઝડપી પાડયાં છે.

શહેરની જંબુસર ચોકડી વિસ્તારમાં શેરપુરાના રહેવાસી સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ અને ઇદ્રિશ બંબૈયા વચ્ચે પેટ્રોલ પુરાવવાની નજીવી બાબતે ઝગડો થયો હતો. જેની રીસ રાખી બંને વચ્ચે મંગળવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં ઇદ્રિશ તથા તેના બે સાગરિતોએ સઇદ ભુરા પર હુમલો કર્યો હતો. ઇદ્રિશે પોતાની પાસે રહેલાં દેશી તમંચામાંથી સઇદને પેટના ભાગે ગોળી મારી દીધી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે.

ફાયરીંગની ઘટના બાદ પોલીસની વિવિધ ટીમો આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી હતી. ભરૂચ એસઓજીની ટીમે જયોતિનગર વિસ્તારમાંથી આરોપી ઇદ્રિશ બંબૈયા અને તોસીફ ઉર્ફે વલીને ઝડપી પાડયાં હતાં. તેમની પાસેથી ગોળીબાર કરવામાં વપરાયેલો દેશી તમંચો કબજે લેવાયો છે.

ભરૂચ એસઓજીએ ઝડપી પાડેલા બંને આરોપીઓને સાંજે એસપી કચેરી ખાતે લવાયાં હતાં. જયાં ઝડપાયેલાં આરોપી પૈકીના એક તોસીફ ઉર્ફે વલીની પત્ની પણ આવી હતી અને તેણે પોતાનો પતિ નિર્દોષ હોવાનું જણાવી હંગામો કર્યો હતો.  તે પોતાના બાળક સાથે પોલીસ અધિકારીઓ સામે આજીજી કરતાં રડી પડી

#Bharuch #Gujarat #Connect Gujarat #Bharuch Collector
Here are a few more articles:
Read the Next Article