/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vcb.jpg)
નંદેલાવ ગ્રામ પંચાયત તથા વનવિભાગના સહયોગમાં કર્યું વૃક્ષારોપણ
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ઘ્વારા નંદેલાવ ગ્રામ પંચાયત અને વનવિભાગના સહયોગમાં અયોધ્યા નગરની પાછળ આવેલ માતરિયા તળાવ ને જોડતા કાંસ ના પુરાણ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભૃગુ ધરા કો કરદો હરા સૂત્ર સાથે હાથ ધરાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર, મહામંત્રી ઝફર ગડીમલ અને ધર્મેશ સોલંકી, કારોબારી ચેરમેન દિનેશ અડવાણી, સંઘના પૂર્વ પ્રમુખ નિલેશ ટેલર, રેન્જ ફોરેસ્ટ અધિકારી એ.એલ.પટેલ, નંદેલાવના સરપંચ રતિલાલ ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય જીજ્ઞેશ ગોહિલ અને ઇન્દ્રજીત વાછાની, પત્રકાર સંઘના હોદ્દેદારો, સભ્યો અને પંચાયતના સભ્યોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમારે શ્રુષ્ટિના રક્ષણ માટે શ્રેષ્ઠ સાધન અને માધ્યમ વૃક્ષ હોવાનું જણાવી વૃક્ષો ના નિકંદનથી પૃથ્વી પરના પર્યાવરણનો સંતુલન બગડ્યું હોવાનો દાવો કરી તેના ઉપાય સ્વરૂપે વૃક્ષારોપણ કરવા પર ભાર મુક્યો હતો. નંદેલાવના સરપંચ રતિલાલ ચૌહાણે રોપાયેલ વૃક્ષોનું જતન કરવાની કટિબદ્ધતા બતાવી હતી. જ્યારે વન વિભાગના અધિકારી એ.એલ.પટેલે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી.