New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-174.jpg)
ભરૂચ સનાતન ધર્મ પરિવાર ગુરુ આશ્રમ દ્વારા રજનીગંધા સોસાયટી થી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પોથી યાત્રાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ધર્મ યાત્રામાં સનાતન ધર્મ પરિવારનાં ગાદી પતિ સંત શ્રી સોમદાસ બાપુ, સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા ગુરૂ આશ્રમ રજનીગંધા સોસાયટી થી નીકળીને ગુજરાત ગેસ રોડ,કલેકટર કચેરી, શક્તિનાથ સર્કલ થઈ સેવાશ્રમ સામે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.
તારીખ 31 ડિસેમ્બર થી 8મી જાન્યુઆરી 2018 સુધી આયોજીત રામકથામાં પૂ.શ્રી ત્રિલોચનાં દેવી કથાનું રસ પાન કરાવશે.
Latest Stories