ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે CISF યુનિટ JGGPP/NTPC ઝાનોરની ફાયર વિંગ દ્વારા અગ્નિ સલામતી જાગૃતિ કાર્યક્રમ અને અગ્નિશામક સાધનોના ઉપયોગનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 1500 વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગની દુર્ઘટના સમયે સલામતીના પગલાં, આગ પર કાબૂ મેળવવાની પદ્ધતિઓ અને કટોકટીના સમયે અસરકારક પ્રતિસાદ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન CISFના ફાયર વિભાગના જવાનોએ આગના વિવિધ પ્રકારો (ક્લાસ A, B, C અને D), આગના પ્રકાર મુજબ યોગ્ય અગ્નિશામક સાધનોની પસંદગી અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ LPG ગેસને લગતી આગની ઘટનામાં કઈ સાવચેતીઓ રાખવી અને કઈ રીતે સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.ફાયર ઇન્સ્પેક્ટર કે. કાદરકરાયના માર્ગદર્શન હેઠળ તાલીમબદ્ધ CISF ફાયર કર્મચારીઓએ અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગનું જીવંત નિદર્શન કર્યું હતું.
ભરૂચ: સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે CISF દ્વારા અગ્નિ સલામતી જાગૃતિ કાર્યક્રમનું કરાયુ આયોજન
