ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ:ઇમરજન્સી વાહનો અટવાયા

New Update
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ:ઇમરજન્સી વાહનો અટવાયા

ભરૂચ શહેરની મધ્યમાં આવેલી એક માત્ર અદ્યતન સરકારી હોસ્પિટલ સિવિલ લાખોના ખર્ચે બનાવવામાં આવી છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા હોવા છતાં સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં આડેધડ વાહનો પાર્ક કરાતા ઇમરજન્સી કેસો લઈને આવતી ખાનગી તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને દર્દીને લાવવા લઈ જવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેર અને જિલ્લાની એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ કરાવવા માટે ૩ થી ૪ સિક્યુરીટી ગાર્ડના સ્થાને ફક્ત એક જ સિક્યોરિટી ગાર્ડ વાહનો પાર્ક કરવા માટે મુકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વારંવાર પાર્કિગની સમસ્યા સામે આવે છે. છતાં સિવિલ સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરી મૌન ધારણ કરવામાં આવે છે.આજ સિવિલ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓના મોબાઇલ તેમજ પાકિટો જવાની ઘટનાઓ પણ બને છે છતાં સિવિલ સત્તાધિશો સિક્યુરીટી ગાર્ડની મળેલ મંજુરી કરતા ઓછા રાખી તેમના ખિસ્સા ગરમ કરતા હોવાની પણ બુમો ઉઠવા પામી છે.

Latest Stories