ભરૂચ-સુરત શહેરમાંથી ચોરી થયેલ ૭ મોટરસાયકલો સાથે ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ

New Update
ભરૂચ-સુરત શહેરમાંથી ચોરી થયેલ ૭ મોટરસાયકલો સાથે ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ

ભરૂચ જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જે અનુસંધાને PSI ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમના માણસો ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમિયાન મળેલ બાતમી આધારે અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલો રીઢો ગુનેગાર મેહમુદ અબ્દુલ્લા વલી પટેલ રહે,સરનાર તાલુકો જીલ્લો.ભરૂચને વ્હાલું ગામ પાસેથી બે ચોરીની મોટરસાયકલ સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન તેની પાસેથી અન્ય સાત મોટરસાયકલ હોન્ડા સી.ડી ડીલક્ષ GJ-6 CR 606, સ્પ્લેન્ડર પ્લસ GJ-23 8568, પેશન પ્લસ GJ-16 AH 319 (સાચો નંબર-GJ 16 AH 31912 ), બજાજ ડિસ્કવર GJ-4 BM 927(સાચો નંબર-GJ4 BM 8927), સ્પ્લેન્ડર GJ-5GM 3516(સાચો નંબર-GJ 5 HK 3128), હોન્ડા સાઈન GJ-1 SG 604 (સાચો નંબર-GJ-1 SG 9604), એકટીવા GJ-16 BD 0050 (સાચો નંબર-GJ 5 GC 2054) કબ્જે કરવામાં આવી હતી અને પકડાયેલ આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ આરોપીની વધુ પૂછપરછ કરી ભરૂચ જિલ્લામાં બનતા વાહનચોરીના ગુના શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા વર્ષ ૨૦૧૭ મા ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમા ૧૮ થી વધુ વાહનચોરીના ગુનામાં પકડાયેલ હતો.તેમજ આ તમામ કબ્જે કરેલ મોટરસાયકલ અંગેના ગુનાઓ સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન,સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન,સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

Latest Stories