ભરૂચ: સ્કૂલ વાનો પર આર.ટી.ઓ.નો સપાટો

New Update
ભરૂચ: સ્કૂલ વાનો પર આર.ટી.ઓ.નો સપાટો

૨૪ વાનોને મેમો આપી ૮ર હજારનો દંડ ભરાવ્યો

સુરતની દુર્ઘટના બાદ તંત્ર વિદ્યાર્થીની સુરક્ષાના મામલે સજાગ બન્યું છે. સ્કૂલવાનોમાં આડેધડ વિદ્યાર્થીઓને બેસાડાતા હોવાની ફરીયાદો ઉઠતા આર.ટી.ઓ. વિભાગે તંત્રએ સ્કૂલવાનો પર સપાટો બોલવ્યો હતો. ઝાડેશ્વર બાજુ સ્કૂલવાનો પર સપાટો બોલાવી ૨૪ જેટલી વાનોના ડ્રાઈવરોને વિવિધ કારણોસર મેમા આપી ૮ર હજારનો દંડ ભરાવ્યો હતો. જેના પગલે ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારના સ્કૂલવાનના ચાલકોમાં ફફડાટ ઉભો થયો છે. સામાન્ય રીતે સ્કૂલના વિદ્યાર્થીઓને વાનમાં લાવવા લઇ જવા માટે આર.ટી.ઓ. વિભાગ પાસેથી મંજૂરી મેળવવાની હોય છે અને તેમાં ટેકસી અથવા મેકસી પાસીંગ વાનનો ઉપયોગ કરી શકાય.

publive-image

આ ઉપરાંત વાનની બારીઓ ઉપર ગ્રીલ લગાડવાની હોય છે અને દફતરો લટકાવવા માટેની વ્યવસ્થા પણ હોય છે. આવી વાનમાં ફાયર સેફટી અને મેડીકલ કીટની સુવિધા પણ હોય છે. જાકે ભરૂચમાં મોટેભાગે આ નિયમનો અનાદર કરીને નિયત સંખ્યા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડીને સ્કૂલવાનો દોડે છે. સુરતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ભરૂચ આર.ટી.ઓ. વિભાગે શાળાઓ શરૂ થતા જ સુરક્ષાના મુદૃ સ્કૂલવાનો પર સપાટો બોલાવ્યો છે. ભરૂચના આર.ટી.ઓ ઇન્સ્પેકટર એમ.એસ. પંચાલ, આસી. ઇન્સપેકટર એન.ટી. રોહિત અને બી.પી. પટેલ તથા અન્ય સ્ટાફ સહિતની ટીમે ગુરૂવારના રોજ ઝાડેશ્વર બાજુ આવેલ ત્રણ સ્કૂલોની વાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૨૪ જેટલી વાનોને વિવિધ કારણોસર મેમો આપવામાં આવ્યા હતા અને ૮ર૦૦૦ જેટલો દંડ ભરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ આર.ટી.ઓ વિભાગે સ્કૂલ વાનોનું ચેકિંગ ચાલુ રાખ્યું હતું. જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ એમીટી અને શ્રવણ સ્કૂલ સહિતની વાનોનું ચેકિંગ કરાયું હતું જેમાં બે વાનોને ડિટેઇન કરાયા હોવાના અને ૧૦ જેટલી વાનોને મેમા અપાયા હોવાની વિગતો મળી રહી છે.

publive-image

અત્રે ઉલ્લેખનીય છે કે આર.ટી.ઓ. વિભાગની મંજૂરી વિના ભરૂચમાં સ્કૂલવાનો દોડવા પાછળ શાળાના સંચાલકો પણ એટલા જ જવાબદાર હોવાની ફરિયાદો ઉઠી છે. આર.ટી.ઓ.ની મંજૂરી માટે સ્કૂલવાનના સંચાલકોએ શાળા પાસેથી લેખિત અભિપ્રાય લેવાનો હોય છે. જે શાળા સંચાલકો આપતા નથી. એના કારણે સ્કૂલવાનો આર.ટી.ઓ.ની મંજૂરી મેળવી શકતી નથી. વાનમાં મર્યાદા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડવા પાછળ શાળા સંચાલકો પણ સીધા જવાબદાર છે. કારણકે તેઓ આ વિષયની ગંભીરતાને અવગણી આ બાબતે કોઇ નિયમ બનાવતા નથી અથવા કોઇ નિયમને ફોલો કરતા નથી. પરિણામે સ્કૂલવાનોના ચાલકો નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા જાવા મળી રહયા છે.

Latest Stories