/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/23181240/maxresdefault-267-e1598186732943.jpg)
ભરૂચના આંગન એપાર્ટમેન્ટમાં રહેતાં અને નિવૃત ડીવાયએસપી કૌશિક પંડયાના પરિવારજનો દરેક ગણેશ મહોત્સવમાં નવતર અભિગમ અપનાવતાં હોય છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ગણેશ મહોત્સવની ઉજવણીના રંગમાં ભંગ પડયો છે પણ શ્રધ્ધાળુઓની ગણેશજી પ્રત્યેની શ્રધ્ધામાં ઓટ આવી નથી. કૌશિકભાઇ પંડયા, તેમના પત્ની માલતીબેન અને બે પુત્રીઓ ડૉ. ખુશ્બુ પંડયા અને ડૉ. હિરલ પંડયાએ કોરોના વાયરસની થીમ પણ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કર્યું છે. રોગ પ્રતિકારક શકિત વધારતી ઘરગથ્થુ વસ્તુઓ વિેશ લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમણે અનોખી શ્રીજીની પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા બનાવવામાં હળદર, સુંઠ, તુલસીનો પાવડર, મરી, ઘી, દુધ અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતાં આર્યુવેદિક ટીપાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચારથી પાંચ સેમીની ઉંચાઇ ધરાવતી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી ઘરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું અને દોઢ દિવસ બાદ ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનની વિશેષતા એ હતી કે પ્રતિમાને જે પાણીમાં પ્રતિમાનું વિસર્જન કરાયું તે પાણીનો હવે પીવા માટે વપરાશ કરવામાં આવશે જેથી ઘરના સભ્યોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય.. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણે પણ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી રોગપ્રતિકારક શકિત વધારી શકીએ છીએ