ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઉમટી વિશાળ જનમેદની, વિવિધ યોજનાઓનો CM ના હસ્તે પ્રારંભ

New Update
ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઉમટી વિશાળ જનમેદની, વિવિધ યોજનાઓનો CM ના હસ્તે પ્રારંભ

ભરૂચ શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે થયેલ જનતાલક્ષી યોજનાઓમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, એલપીજી યોજના, નેશનલ હેલ્થ મિશન મીડિયા કેમ્પ, ઓરી રુબેલા રસીકરણ અભિયાન તેમજ વેબ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડેલી વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ગુજરાત શૂરવીરોની ભૂમિ છે. આ ગાંધીનું ગુજરાત છે.

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં જેમણે મહત્વનો ફાળો આપ્યો હતો તેવા તમામ મહાનુભાવોને મુખ્યમંત્રી યાદ કર્યા હતા.

Latest Stories