/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/01-7.jpg)
ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆત ઉપર સરકારે મારી મંજૂરીની મહોર
ભરૂચ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઇ સરકાર દ્વારા પ્રથમ કેબલ બ્રીજ, ત્યાર બાદ નર્મદા નદી ઉપર નર્મદામૈયા બ્રિજ સાથે કોર્ટ રોડ ઉપર ભોલાવ બ્રિજના નિર્માણ બાદ શહેરના અતિ વ્યસ્ત અને ટ્રાફિકથી ધધમતા રહેતા એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં પણ નવો ફલાઇ ઓવર બ્રિજ બનાવવાની ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆત ઉપર રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારતા ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઇ જવા પામી હતી.
ઘણાં લાંબા સમયથી શ્રવણ ચોકડી અતિ વ્યસ્ત રહેતા વારંવાર અકસ્માતોમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો આ જ વિસ્તારમાં ૪ થી વધુ શાળાઓ પણ આવેલી હોય બાળકો માટે આવનજાવન કરવાનું વધુ કપરૂં સાબિત થઈ રહ્યું હતું. તેમજ વારંવાર ટ્રાફિકજામનો સામનો પણ ભરૂચની પ્રજાએ કરવો પડી રહ્યો હતો.જે અંગેની લોક લાગણીને ધ્યાને રાખી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પ્રજાહિતમાં શ્રવણ ચોકડી વિસ્તારમાં પણ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાની માંગ રાજય સરકાર પાસે કરી હતી. તેમના આ પ્રોજેકટને રૂપિયા ૮૦ કરોડ ના ખર્ચે બનાવવા માટે રાજય સરકારે તેના ઉપર મંજૂરીની મહોર મારતા હવે ભરૂચ શહેરને આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાથી મુક્તી મળશે.