ભરૂચના આશાસ્પદ યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત

New Update
ભરૂચના આશાસ્પદ યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત

નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સહેલગાહે મિત્રો સાથે ગયેલ ભરૂચના ૪ યુવાનો ઝરવાણી ધોધમાં ન્હાવા પડતા એક આશાસ્પદ યુવાનનું ડુબી જવાના પગલે કરૂણ મોત નીપજયું હતું.

ઘટનાની મળતી પ્રાથમિક જાણકારી મુજબ ભરૂચના શેરપુરા ખાતે રહેતા ૪ યુવાનો કાર લઇને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનીટીની સહેલગાહે ગયા હતા. જયાંથી ચારેવ યુવાનો કાર મારફત ઝરવાણી ધોધ જોવા ગયા હતા. દરમિયાન ધોધમાં નહાવા પડતાં ભરૂચના શેરપુરા ખાતે રહેતા આશાસ્પદ યુવાંસફવાન ટિલ્લાનું ડૂબી જવાના પગલે મોત નીપજયું હતું. ઘટનાની જાણ વાયુવેગે ભરૂચ શેરપુરામાં થતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. તેમજ મૃતક યુવાનના સગાવ્હાલાઓ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચવા કવાયત હાથધરી હતી. જાણવા મળ્યા મુજબ પાણીમાં બે યુવાનો ડૂબ્યા હતા.જેમાં એકનો બચાવ થયો હતો.જ્યારે સફવાનનું કરૂણ મોત નીપજયું હતું.

Latest Stories