New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/8907fb17-5377-4a40-8211-51d1d742d6a0-copy.jpg)
ભરૂચના કેલોદ પીપળીયા ગામ ખાતે ઘર આંગણે રમતી એક માસુમ બાળકી પર શ્વાને હુમલો કરતા ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટમાં લઇ જવામાં આવી હતી.
કેલોદ ગામ ખાતે પોતાના ઘર પાસે રવીના જુવાનસિંગ ઉંમર વર્ષ 9 સવારના સમયે રમતી હતી તે વેળાએ અચાનક શ્વાને તેણી પર હુમલો કર્યો હતો, જેના કારણે ઈજાગ્રસ્ત બાળાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ હડકાયેલા શ્વાને અન્ય એક પશુ પર પણ હુમલો કર્યો તથા અન્ય શ્વાનના ગલુડિયાને પણ મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
Latest Stories