/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sdada.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે હાલમા IPL 2019 ટી-૨૦ ક્રીકેટ મેચ પર ચલાતો ક્રીકેટ સટ્ટાની પ્રવૃતી પર વોચ રાખી મળી આવે કાયદેશર કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જે અનુસંધાને LCB ભરૂચની ટીમ શહેરમા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એ-૮૦૪ ગોલ્ડન પર્લ એપાર્ટમૅટ શાંતી પાર્ક સોસાયટી નજીક ભોલાવ ખાતે IPL2019 ટી-૨૦ ક્રીકેટ મેચ પર સટ્ટો રમાય છે. જે બાતમી આધારે ત્યાં રેડ કરતા એક ઇસમને ક્રીકેટ સટ્ટાને લગતા સાધનો તથા રોકડા રૂપીયા સાથે પકડી પાડયો હતો.
પોલીસે પકડાયેલ આરોપી ભાવીન નીલનકુમાર શાહ રહે. એ-૮૦૪ ગોલ્ડન પર્લ એપાર્ટમેન્ટ શાંતી પાર્ક સોસાયટી નજીક ભોલાવની અટકાયત કરી તેની પાસે રહેલ મુદ્દામાલમાં એક સેમસંગ કંપનીનુ કલર TVS કિંમત રૂ ર0,૦૦૦/- તથા ટાટા સ્કાય કંપનીનું સેટટોપ બોકસ કિ.રૂ. ૧૦૦૦/- અને એક એસર કંપનીનુ બ્લેક કલરનુ ટેબલેટ કિ રૂ. ૩૦૦૦/- તથા એક વિવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫૦૦૦/-, એક લાલ કલરનો પાકા પુઠાનો ચોપડો તથા બોલપેન કિરૂ.૦૦/૦૦ તથા આરોપીની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા- ૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.