ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસેની ઘટના : કારના કાચ તોડી રૂપિયા ૪ લાખ ઉપરાંતની રકમની ઉઠાંતરી

ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસેની ઘટના : કારના કાચ તોડી રૂપિયા ૪ લાખ ઉપરાંતની રકમની ઉઠાંતરી
New Update

ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસેના જાહેર શૌચાલય પાસે પાર્ક કરાયેલ કારનો કાચ તોડી ગઠીયાઓ રૂપિયા ૪ લાખ ઉપરાંતની રોકડની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

publive-image

પ્રાપ્ત વિગત અનુસાર સરફરાઝ નામનો શખ્સ તેના મિત્ર સાથે આંગડિયા માંથી રૂપિયા ૪ લાખ ઉપરાંતની રોક્ડ રકમ લઈ તેમની કારમાં ભરૂચની જંબુસર ચોકડી પાસે પહોંચ્યા હતા. જયાં જાહેર શૌચાલય પાસે પોતાની કાર પાર્ક કરી સરફરાઝ શૌચાલયમાં ગયો હતો. જયારે તેનો મિત્ર સલુનમાં વાળ કપાવવા માટે ગયો હતો.દરમિયાન બાઇક ઉપર આવેલ ગઠીયાઓ કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા ૪ લાખ ઉપરાંતની રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.

શૌચાલય માંથી બહાર આવી સરફરાઝે કારનો કાચ તુટેલો જોતા તેને ચોરીની આશંકા ગઈ હતી. જેથી તેણે કારમાં આવી જોતા તેમાં મુકેલા રોક્ડા રૂપિયા ૪ લાખ ઉપરાંતની ઉઠાંતરી થયાની જાણ થતાં જ તે બેબાકળો બની ગયો હતો. ઘટનાની જાણ તેણે બી-ડીવિઝન પોલીસ ને કરતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમને ફરાર ગઠીયાઓનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article