ભરૂચના માતરિયા તળાવમાં યોજાયો લેઝર શો, ભરૂચની ઝાંખી જોઈને લોકો થયા અભિભૂત

New Update
ભરૂચના માતરિયા તળાવમાં યોજાયો લેઝર શો, ભરૂચની ઝાંખી જોઈને લોકો થયા અભિભૂત

ભરૂચમાં ઉજવાઈ રહેલા રાજ્યકક્ષાના ગુજરાત ગૌરવદિનને પગલે ભરૂચવાસીઓને રાજ્યસરકાર દ્વારા અવનવી ભેટ મળી રહી છે. સાથોસાથ આખું ભરૂચ જાણે ચોખ્ખુ ચણાક નજરે પડી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો પૈકી ગતરોજ માતરિયા તળાવ ખાતે લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ઈતિહાસને દર્શાવવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો આ લેઝર શો ને નિહાળા માટે ઉમટી પડ્યા હતા.

Latest Stories