ભરૂચના વેજલપુર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી : પરિવારનો બચાવ

New Update
ભરૂચના વેજલપુર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી : પરિવારનો બચાવ
  • ત્રણ દિવસમાં મકાન તુટી પડવાની ત્રીજી ઘટના
  • ભયજનક મકાનો ઉતારવા પાલિકાની બેદરકારી
  • હજારો લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. સદનસીબે મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે.publive-image

ભરૂચ શહેરમાં અનેક મકાનો જર્જરીત અને ભયજનક હાલતમાં હોવા છતાં તેને ઉતારી લેવામાં મકાનમાલિકો અને નગરપાલિકા બેદરકાર જણાઇ રહી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં બે દિવસમાં મકાનો ધરાશાયી થવાની બીજી ઘટના બની છે. વેજલપુરના બામણીયા ઓવારા પાસે રહેતાં લખીબેન મિસ્ત્રીના મકાનની દિવાલ રવિવારે બપોરના સમયે અચાનક તુટી પડી હતી. સદનસીબે પરિવારનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતાં અને કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી.

બે દિવસથી વરસી રહેલા વરસાદમાં જર્જરીત અને કાચા મકાનો પત્તાના મહેલની માફક તુટી રહયાં છે. ચોમાસા પહેલા પાલિકાએ ભયજનક મકાનોના માલિકોને નોટીસ આપી હતી. પણ નકકર કાર્યવાહી નહિ થતાં આવા બનાવો વધી રહયાં છે. ભરૂચ શહેરમાં ભુતકાળમાં અનેક મકાનો ધરાશાયી થવાના બનાવોમાં અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં હોવાથી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી છે.

Latest Stories