New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/10.jpg)
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવેલા તીર્થ સ્થાનો ના વિકાસની કામગીરીનો મુખ્યમંત્રીએ શુકલતીર્થથી પ્રારંભ કરાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંગારેશ્વર, શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ સહિતના વિવિધ પ્રવાસન ધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. સાથોસાથ નદીઓની સ્વચ્છતા માટેના અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રીએ જાતે જ સફાઈ કરી હતી.
ભાડભૂત યોજનાનો ઉલ્લેખ કરી માછીમારોને યાદ કરતા તેમની રોજગારી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બાદમાં માછીમારોને રોજગારી ભથ્થુ પૂરી પાડવા અંગે પણ સરકાર ચિંતિત હોવાનું તેમણે જણાવ્યું હતું.
યાત્રાધામ અને નદીઓની પવિત્રતા જળવાઈ રહે તે માટે સફાઈ અભિયાન અતિ મહત્વનું સાબિત થશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Latest Stories