New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/87e50115-073d-40ad-abbf-1c929c2ad3f8.jpg)
ભરૂચ જુવેનાઈલ હોમ ફોર બોઈઝ અને ગર્લ્સ સંસ્થાનાં બાળકો માટે એક દિવસનાં પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાં ચેરમેન રાજેન્દ્ર સુતરિયાનાં માર્ગદર્શનથી ભરૂચ જિલ્લા સહકાર ભારતીનાં મહિલા અધ્યક્ષ કુમારી ચન્દ્રકાંતા પરમાર અને તેમના પરિવારજનો આ બાળકો સાથે પ્રવાસ માટે તારીખ 4 શનિવાર સવારે નીકળ્યા હતા.
આ પ્રસંગે કુમારી ચન્દ્રકાંતાએ જણાવ્યુ કે "સમાજ સેવા અને શિક્ષણએ અમારા પરિવારનો ઉદ્દેશ રહ્યો છે. જેથી હું મારા જન્મ દિવસ નિમિત્તે તથા 'મા મણિબા'નુ સપનું સાકાર કરવા સ્વ ખર્ચે આ બાળકોને પ્રવાસ કરાવુ છું. અને ભરૂચ જિલ્લાનાં તમામ ભાઇઓ બહેનો સેવાકીય પ્રવૃત્તિ કરે તેઓ મારો સંદેશ છે. આ પ્રસંગે રાજેન્દ્ર સુતરિયા અને તેમની ટીમએ ચન્દ્રકાંતાબેનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
Latest Stories