New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/accident.jpg)
ભરૂચનાં પાલેજ પાસેનાં સાંસરોદ ગામનાં પેટ્રોલ પંપ પાસે રોડ પર ઉભેલી ટ્રકમાં કાર ભટકાતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યુ હતુ,જ્યારે ચારને ઈજાઓ પહોંચી હતી.
મુંબઇ થી વડતાલ પૂનમ ભરવા જતા કાનજીભાઈ ડોબરીયા (પટેલ) તેમની કાર લઈને પાલેજનાં સાંસરોદ ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા,તે દરમિયાન પેટ્રોલ પંપ પાસે તેઓની કાર ઉભેલી ટ્રકમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં કાનજીભાઈ ડોબરીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત નિપજ્યુ હતુ,જ્યારે કારમાં સવાર મહાદેવ પટેલ, નોંધા પટેલ.અજમલ ખીમજી પટેલ સહિત ચારને ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories