New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-177.jpg)
અંકલેશ્વરની યુવતી સાથે ભરૂચનાં પરણિત યુવકે પોતે અપરણિત હોવાનું જણાવીને લગ્ન કરીને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. અને મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર ભરૂચનાં ચેતન સોલંકી નામનાં યુવક પરણિત હોવાછતાં પોતે અપરણિત હોવાનું જણાવીને અંકલેશ્વરની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા, અને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતુ,આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી પણ થઇ છે.
જોકે લગ્ને લગ્ને કુંવારા યુવક ચેતન સોલંકીનો ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ચેતન સોલંકી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જીઆઇડીસી પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેકટર આર.કે. ધુળીયાએ આ અંગેની તપાસ શરુ કરી છે.
Latest Stories