ભરૂચમાં GVK ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મધર્સ ડે ની કરાઇ અનોખી ઉજવણી

New Update
ભરૂચમાં GVK ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મધર્સ ડે ની કરાઇ અનોખી ઉજવણી

સામાન્ય રીતે મધર્સ ડે ને લોકો વિવિધ રીતે ઉજવતા અને મુલવતા હોય છે. જીવનની પ્રત્યેક ક્ષણોનું કેંન્દ્રબિંદુ રહેતી “માં” માં શબ્દ મોઢે આવતા જ તેની કરૂણા અને ત્યાગની યાદો સ્મૃતિપટ પર ઉભરી આવે એ સ્વાભાવિક છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રજાની સેવા માટે આશીર્વાદ રૂપ સાબિત થતી ૧૦૮ની સેવા પણ માં ની ગરજ જરૂર સારે છે. કોઇ પણ પરિસ્થિતિમાં કયાંય પણ આપતકાલીન સમયે હરહંમેશ મદદ માટે ૧૦૮ના કર્મીઓ ખડેપગે હાજર રહી તત્કાલ સારવાર સાથે આપણને કોઇપણ જાતિભેદ વગર નજીકની હોસ્પિટલમાં લઈ જઈ સારવાર ઉપલબ્ધ કરાવવામાં માતાની જ ભુમિકા અદા કરે છે. ત્યારે દિલથી દુવા સાથે આ ૧૦૮ના કર્મીઓ તેમજ તેમની જનેતા માટે આભારની લાગણી જરૂર ઉદભવે તે સ્વાભાવિક છે.

આ સેવાના ભેખધારી હરહંમેશ આપણી સેવા અને કપરા સમયમાં પડખે રહેતા જી.વી.કે ૧૦૮ના અધિકારીઓ દ્વારા મધર્સ ડેની ઉજવણી ભરૂચમાં અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ કર્મીઓની માતાને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૦૮ના પોગ્રામ મેનેજર ધવલ પારેખ તથા EME અશોક મિસ્ત્રી હાજર રહ્યા હતા.

Latest Stories