ભરૂચમાં ઘી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

New Update
ભરૂચમાં ઘી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ શહેરની ભરૂચા હોટલ ખાતે તારીખ 27મીનાં રોજ ઘી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા સમાજનાં તેજસ્વી તારલાઓનો 32મો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

publive-image

આ પ્રસંગે SSC, HSC, CBSC, અને ICSEમાં 75 ટકાથી વધુ માર્ક્સથી ઉતીર્ણ થનાર તેમજ ડિગ્રી અને માસ્ટર ડિગ્રી કક્ષાએ પ્રથમ આવનાર સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

publive-image

કાર્યક્રમમાં મુસ્લિમ રાઈટર્સ એકેડમી ગુજરાતનાં પ્રમુખ વાય.એમ.સૈયદ, એન્જીનિયર ફારૂક અહમદ ખાન, સુરત જિલ્લા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ ફારૂક જી.પટેલ, લેખિકા અને સમાજ સેવિકા નાઝનીનબહેન શહેરવાલા, ફિરોજબહેન લાકડાવાલા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

Latest Stories