New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/maxresdefault-86.jpg)
ગુજરાત ગૌરવદિનની ભરૂચ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ગુડવીલ હાઈસ્કૂલ ખાતે ત્રણ દિવસનું શસ્ત્ર પ્રદર્શન યોજાયું છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો કે જેમનાથી લોકો અજાણ હોય છે. બોમ્બ સ્ક્વોડ અને ટીએરગેસ કેવી રીતે કામ કરે છે તેનું જાહેર જનતાને પુરતું જ્ઞાન મળી રહે તેવો મુખ્ય હેતુ રહ્યો છે.
જિલ્લાનાં પોલીસ અધિકારીએ આ શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે બાળકોમાં પિસ્તોલ અને અન્ય શસ્ત્રો સંદર્ભે ક્યુરિયોસીટિ હોય છે. જેથી તેઓ આ પ્રદર્શન નિહાળીને તેનાથી વાકેફ થઈ શકે. આજથી શરૂ થયેલું શસ્ત્ર પ્રદર્શન ત્રણ દિવસ સુધી ખુલ્લું રહેશે. અને સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે.
Latest Stories