/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/maxresdefault-90.jpg)
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ પરેડ યોજાયી
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં ખાસ પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ પોલીસના ૩૦૦ તાલીમાર્થીઓ તેમજ સ્થાનિક પોલીસ કાફલા સાથે આજે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ સાંઈ મંદિરથી લઈ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ સુધી કરવામાં આવ્યું હતું. આ પરેડને જોવા માટે જનમેદની ઉમટી પડી હતી.
પરેડમાં પોલીસની ટુકડીઓ દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. સ્થાપના દિનના દિવસે આ પરેડ નીકળવાની હોય પાંચ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પરેડમાં ઘોડેસવાર, બાઇક સવાર પોલીસ કર્મીઓ પોતાના કર્તબો બતાવી જનતાનાં દિલ જીતી રહ્યા છે. ભરૂચની જનતાને, આજુબાજુના ગામોની જનતાને આ તબક્કે પરેડ જોવાનો અનેરો લ્હાવો મળી રહ્યો છે. ગુજરાત સ્થાપનાદિને આ વિષેશ પરેડ અનોખા રૂપમાં જોવા મળશે.