/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/hqdefault-11.jpg)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 1લી નવેમ્બરનાં રોજ ભરૂચ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા લગાવવામાં આવેલા બેનરોને તંત્ર દ્વારા હટાવવામાં આવતા કોંગ્રેસમાં આક્રોશ જોવા મળ્યો હતો.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આવકારવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે.જોકે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.નગર પાલિકા દ્વારા શહેર વિસ્તારમાં લાગેલા રાહુલ ગાંધીનાં બેનરોને હટાવવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસનાં સમસાદ અલી સૈયદે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં સ્વાગત માટે જરૂરી પરવાનગી સાથે શહેરમાં બેનરો લગાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ હિટલરશાહી શાસનમાં અધિકારીઓ કઠપૂતળી બનીને કામ કરતા હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા હતા. અને ભરૂચ GNFCમાં સીએમ રુપાણીનાં બેનરો તંત્ર દ્વારા હટાવવામાં કેમ આવતા નથી તેમ તેઓએ જણાવ્યુ હતુ.