ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન મહિલા ઈજાગ્રસ્ત

New Update
ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન મહિલા ઈજાગ્રસ્ત

ભરૂચમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં રોડ શો દરમિયાન મહિલા મોરચાની એક બહેન ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ભરૂચ શહેરમાં રાહુલ ગાંધીનો કાફલો આવી પહોંચતા લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, અને રાહુલ ગાંધીનો કોનવે જ્યારે આગળ વધી રહ્યો હતો, ત્યારે ભરૂચ મહિલા મોરચાની મહામંત્રી વિજયાબેન મકવાણા રાહુલ ગાંધીને મળવા જતા તે પડી ગયા હતા, અને હાથમાં ફેક્ચર થયુ હતુ.

વિજ્યાબેન ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Latest Stories