ભરૂચમાં રીક્ષામાં વિદેશી દારૂનું વહન કરતો કેરિયર ઝડપાયો

New Update
ભરૂચમાં રીક્ષામાં વિદેશી દારૂનું વહન કરતો કેરિયર ઝડપાયો

એ ડિવિઝન પોલીસે રૂપિયા ૪૪,૪૦૦/-નો વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૭૯,૯૦૦/નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ભરૂચ એ ડિવિઝન પોલીસે ગત રોજ રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કેરીયરને વિદેશી દારૂના જથા સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.

ભરૂચ એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રીક્ષા નં. GJ-16-Z-7113માં વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે.જેના આધારે એ-ડિવિઝન પોલીસે વોચ ગોઠવતા ભરૂચ રેલ્વે સ્ટેશન તરફથી કલેકટરાલય રોડ તરફ આવતી રીક્ષાને અટકાવી તેની તલસી લેતાં રીક્ષામં મુકેલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલકની પુછતાછ કરતા તેનું નામ ચિરાગ ઉર્ફે ચિલીયો ભુપેન્દ્ર સુરતી(દરજી) (રહે. વેજપુર કુંભારિયા ઢોળાવ,ભરૂચ) હોવાનું જણાવ્યું હતું.

publive-image

પોલિસે રીક્ષામાંથી ગેરકાયદેસર વહન કરાતા વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.રોયલ ચેલેન્જ વ્હિસ્કિ બોક્ષ નંગ. ૦૫,બોટલ નંગ ૬૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, ઇમ્પિરિયલ બ્લુ વ્હિસ્કી બોક્ષ નંગ ૩,બોટલ નંગ ૩૬ કિંમત રૂપિયા ૧૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૪,૦૦૦નો વિદેશી દારૂ તેમજ રીક્ષા અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૭૯,૯૦૦/- નો મુદ્દા માલ કબ્જે કરી વધુ પુછતાછ કરતા ચિરાગ સુરતીએ આ માલ ભરૂચના હાજીખાના બજારમાં રહેતા બુટલેગર રાજુ રાવલે આપ્યાનું કહેતા પોલીસે બંન્નેવ વિરૂધ પ્રોહિ.એકટ અમુજબ ગુનો નોંધી ફરાર રાજુ રાવલને શોધવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories