ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજીત ભાગવત કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુઓ

New Update
ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજીત ભાગવત કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુઓ

ભરૂચ શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા તારીખ 24મી ડિસેમ્બર થી 30મી ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે કથાનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.વ્યાસપીઠ પર પરથી કથાકાર વિનોદભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યુ હતુ. જેની પુર્ણાહૂતિ શનિવારનાં રોજ થઇ હતી.

સનાતન ધર્મ પરિવારનાં ગાદી પતિ સંત શ્રી સોમદાસ બાપુ અને સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર સહિત આગેવાનો દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથાનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લઈને ધન્યતા અહેસાસ કર્યો હતો.

Latest Stories