ભરૂચમાં સાંસારિક જીવનની શરૂઆત પહેલા યુગલે લોકશાહીનો ધર્મ નિભાવ્યો

ભરૂચમાં સાંસારિક જીવનની શરૂઆત પહેલા યુગલે લોકશાહીનો ધર્મ નિભાવ્યો
New Update

ભરૂચમાં વર અને કન્યાનાં લગ્નની શરણાઈ વાગી રહી હતી, તો બીજી તરફ લોકશાહીનાં પર્વની ઉજવણીનો ધમધમાટ રાજકીયપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણીમાં મતદાન અચૂક કરવું જોઈએ અને તેની જાગૃતતા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.

મતદાન પ્રત્યેની જાગૃતતાનું એક જીવંત ઉદાહરણ ભરૂચનાં લિંક રોડ પાસે આવેલ અયોધ્યા નગરમાં જોવા મળ્યું હતુ. એકજ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ભટ્ટ અને કલ્પનાબેન ભટ્ટની દીકરી વૈભવી તેમજ સુભાષચંદ્ર ભટ્ટ અને સ્વ. ઇન્દીરાબેન ભટ્ટનો દીકરો નિકુંજનાં લગ્ન વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં દિવસે એટલે કે તારીખ 9મી ડિસેમ્બરે નિર્ધાર્યા છે. પરંતુ પ્રભુતામાં પગલા પાડતા પહેલા આ યુગલે સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડયુ હતુ.અને એકજ બૂથમાં વૈભવી અને નિકુંજે મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.

વૈભવી અને નિકુંજે પવિત્ર મતાધિકારની ફરજ અદા કરી હતી. અને મતદાન મથક પર ઉપસ્થિત સૌ કોઇએ તેઓનાં આ પ્રયાસને બિરદાવીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article