ભરૂચ:રાહુલ ગાંધીએ મોદી સમાજ પર આપેલ નિવેદનના વિરુદ્ધમાં ભૃગુપુર મોઢ મોદી સમાજ હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને અપાયું આવેદન

New Update
ભરૂચ:રાહુલ ગાંધીએ મોદી સમાજ પર આપેલ નિવેદનના વિરુદ્ધમાં ભૃગુપુર મોઢ મોદી સમાજ હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને અપાયું આવેદન

ચુંટણી પ્રચાર દરમિયાન નિરવ મોદી,લલિત મોદી અને નરેન્દ્ર મોદી સહીત સબ મોદી ચોર હૈનું નિવેદન કર્યું હોવાના આક્ષેપ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર આપેલ નિવેદનના વિરુદ્ધમાં ભૃગુપુર મોઢ મોદી સમાજ હિતવર્ધક મંડળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

શનિવારના રોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભૃગુપુર મોઢ મોદી સમાજ હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચાર દરમિયાન નિરવ મોદી,લલિત મોદી અને નરેન્દ્ર મોદી સહીત સબ મોદી ચોર હૈનું નિવેદન કર્યું હોવાના આક્ષેપ સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરી ચુંટણી આયોગ તેઓની સામે યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે

Latest Stories