ભરૂચ:હિંગલ્લા ગામે આંગણવાડીની રજૂઆતને લઈ બે જૂથ બાખડયા

New Update
ભરૂચ:હિંગલ્લા ગામે આંગણવાડીની રજૂઆતને લઈ બે જૂથ બાખડયા
  • મારામારીનો વિડીયો વાઇરલ થયો
  • 1 ઓગસ્ટની ઘટના બાબતે નબીપુર પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના હિંગલ્લા ગામે તાલુકા પંચાયત કચેરીમાં આંગડવાડીમાં બાળકોને નાસ્તો બરાબર ન અપાતો હોવાની બાબતે એક જ કોમના બે જૂથ આમને સામને આવતા થયેલ મારામારીમાં બંન્નેવ જૂથોએ એક બીજા વિરૂધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ તાલુકામાં આવેલ હિંગલા ગામ ખાતે ની આંગણવાડી ની બહેનો બાળકોને પૂરો નાસ્તો આપતા નથી તેથી આ બાબતે ભરૂચ તાલુકા પંચાયત ના બાળ વિકાસ અધિકારી ને જઈ રૂબરૂ મળીને રજૂઆત કરતા આ બનાવના આરોપીઓ સોહેબ મહમદ કેપ્ટન, મહમદ ઈબ્રાહીન કેપટન, અયુબ ઈબ્રાહીમ કેપટન, ઉર્વેશ યુનુસ કેપટન, રઇસ વલી કેપટન, નથુર ઈબ્રાહીમ કેપટન, રૂસાના મહમદ કેપટન, હમીદા ઐયુબ કેપ્ટન તમામ રહેવાસી હિંગલા. તા. ભરૂચ તેમજ સોહેલ રહે નબીપુર ફરિયાદ હાજરાબીબી અબ્દુલ મજીદ મુસ્તફી સરપંચ ને એક સંપ થઇ માર માર્યો હોવાથી ફરિયાદ નબીપુર પોલીસ સ્ટેશન નોંધાવી હતી. જેની વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

જયારે આ અંગે ભરૂચ શહેર એ-ડીવીઝન ખાતે પણ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં ફરિયાદી સોહેબ મહમદ કાનજી રહે નબીપુર અબ્દુલ માનુહ દીવાન રહે હિંગલા તેમજ સઈદબાપૂ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચ તાલુકા પંચાયત પાસે તા.૧/૮/૨૦૧૯ ના રોજ બપોરે અઢી કલાકે આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપી હોવાની વિગત ઉલ્લેખાઇ છે.જે અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસે તપાસ આરંભી છે.

Latest Stories