New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/Untitled-copy.jpg)
ગુજરાત વિધાનસભાની 70 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 154 - અંકલેશ્વર - હાંસોટ વિધાનસભાની બેઠક પર સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલનાં નામ પર મહોર મારવામાં આવી છે.
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સતત ચોથી ટર્મ માટે ભાજપ દ્વારા ઈશ્વરસિંહ પટેલનાં નામની પસંદગી કરવામાં આવી છે, ઈશ્વરસિંહ પટેલ હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી છે, અને સહકારી ક્ષેત્રે પણ તેઓ સારું પ્રભુત્વ ધરાવે છે. અને શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.પંડવાઈ, હાંસોટનાં તેઓ ચેરમેન પણ છે.
ભાજપ દ્વારા અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની બેઠક પર ઈશ્વરસિંહ પટેલને રિપીટ કરવામાં આવતા તેઓનાં સમર્થકોમાં ખુશીનું મોજું છવાય ગયુ હતુ. અને ફટાકડા ફોડીને આ ક્ષણની ઉજવણી કરી હતી, અને ચૂંટણી પ્રચારમાં જોતરાય ગયા હતા.
Latest Stories